સ્યુસાઇટ નોટ લખી પોતાની દુકાનમાં બેભાન હાલતમાં મળ્યો, યુવકને સારવાર માટે ખસેડયો
સ્યુસાઇટ નોટ લખી પોતાની દુકાનમાં બેભાન હાલતમાં મળ્યો, યુવકને સારવાર માટે ખસેડયો
ડીસામાં પારિવારિક મિલકતના વિવાદમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે સ્યુસાઇટ નોટ લખી દુકાનમાંથી બેભાન હાલતમાં મળી આવતા પરિવાર અને પોલીસે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડીસાની એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂ લ ચાર રસ્તા નજીક આવેલી શાસ્ત્રીનગર સોસાયટી ભાગ-2માં રહેતા ગુણવંત ચંદ્રકાંતભાઈ મહેસુરિયા ઉંમર વર્ષ 40 ના પરિવારમાં ઘણા દિવસથી ઘરમાં મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. ઘણા સમયથી ચાલતા આ કંકાસના કારણે ગુણવંતભાઈ એ કંટાળી જઇ આત્મહત્યા કરવાનું મન બનાવી ઘરે સ્યુસાઇટ નોટ લખી ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ તે રીસાલા ચોક બજારમાં આવેલી તેની દુકાનમાં શટર બંધ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બનાવને પગલે યુવકની પત્ની તરતજ દુકાને પહોંચી હતી અને પોલીસને બોલાવી દુકાનનું શટર ખોલતા યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી આજુબાજુના વેપારીઓએ, પરિવારજનો અને પોલીસે બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે સ્યુસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.