સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું

રાજ્યના પાટનગરમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે. છતા સમાજની શહેરમાં વાડી કે સંકુલ બન્યુ નથી.સરકારમાં વર્ષોથી જગ્યા ફાળવવા
માટે સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવતી હતી. તેમ છતાં સમાજને પ્રતિક્ષા કરવી પડતી હતી. સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પ્રજાપતિ સમાજને જગ્યા ફાળવવા માંગણી કરવામાં આવી હતી.જેમાં શેરથા ગામ પાસે 15 હજાર ચોરસ મીટર જગ્યા 50 ટકાના ભાવથી ફાળવવામાં આવી છે

.

રાજ્ય સરકાર પાસે પ્રજાપતિ સમાજ દ્વારા ગાંધીનગરમાં જગ્યા ફાળવવાની માંગણીનો અંત આવ્યો હતો. સમાજના આગેવાન વિરચંદભાઇ પ્રજાપતિ (મહેસાણા)અને અનિલભાઈ પ્રજાપતિ (પૂર્વકોર્પોરેટર, અમદાવાદ)એ કહ્યુ હતુ કે, રાજ્યમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ વસવાટ કરે છે. તેની સાથે ગાંધીનગરમાં પણ સમાજની સંખ્યા બહોળા પ્રમાણમાં છે.પરંતુ સમાજના યુવાનોને શિક્ષિત કરવા માટે એક સંકુલની ખોટ પડતી હતી.જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે જગ્યાની માંગ કરવામાં આવતા તેમના દ્વારા શેરથા પાસે 15 હજાર ચોરસ મીટર જગ્યા બજાર કિંમતથી 50 ટકાના ભાવે આપી સમાજની માંગ પુરી કરી છે. આ જગ્યામાં ભવ્ય રોક્ષણિક સંકુલ બનાવવામાં આવશે અને તેમાં છેવાડાના સમાજના યુવાનોને રાખી શિક્ષિત કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા,ભાજપ પ્રદેશ મંત્રી અને ગાંધીનગરના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાન્સભાઈ પ્રજાપતિ સહિત રાજ્યના અલગ અલગ સંસ્થાના પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સરકારનો આભાર માન્યો હતો.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!