બે બે જુની પેઢીના વ્યાપારીને ગ્રાહક સુરક્ષા મંડળની ફર્રીયાદ આધારે જીલ્લા ગ્રાહક અદાલતે દંડ ફટકાર્યો.
પાલનપુરની ૭૦ વર્ષ જૂની બ્યુટી અલંકાર (રેડીમેન્ટ સ્ટોર) જે.ડી. કોલેજ સામે અને દિલ્હીગેટ ઉપર આવેલ બે બે જુની પેઢીના વ્યાપારીને ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન અને વસ્તુ બદલી ના આપવી ભારે પડી ! ગ્રાહક સુરક્ષા મંડળની ફર્રીયાદ આધારે જીલ્લા ગ્રાહક અદાલતે દંડ ફટકાર્યો.
ટૂંકમાં હકીકત એવી છે કે, પાલનપુરના પરમાર હિમાંશુભાઈએ રૂપિયા ૧૬૬૩/- ની લેડીઝ આઈટમની ખરીદી કરેલ અને પાકું બીલ લીધેલ પરંતુ ૭૦ વર્ષ જુના બ્યુટી અલંકાર નામેં આવેલ પેઢી (૧) જી.ડી. કોલેજ સામે અને પેઢી (૨) દિલ્હીગેટ પાસે આવેલ શાખા વાળા વ્યાપારીએ વસ્તુઓ બદલી ન આપતા આ હિમાંશુભાઈ ફરિયાદી અંબાજી મુકામે દર પૂનમે દર્શન કરવા જતા હોય મંદિરમાં આવેલ ગ્રાહક સલાહ અને અને સુરક્ષા કેન્દ્રની જાણ હોય સંપર્ક કરીફરિયાદ કરતા ફરિયાદ આધારે ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા/ અંબાજીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠામાં કાયદેસરની ફરિયાદ નંબર ૫૨/૨૦૨૨ થી દાખલ કરતા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન ના પ્રમુખ એ.બી.પંચાલ તથા સભ્ય એ.બી.આચાર્ય અને સભ્ય શ્રીમતી એ.એ. સૈયદ દ્વારા ફરિયાદ તરફેણમાં ચુકાદો આપી બ્યુટી અલંકારના પ્રોપરાઈટર ગુપ્તા વિરુધમાં હુકમ કરી ફરિયાદીએ ચૂકવેલ રૂપિયા ૧૬૬૩/- અરજી કર્યાની તારીખ ૧૦.૦૩.૨૦૨૨ થી ચૂકવી આપે ત્યાં સુધી ૯ % ના વ્યાજ તેમજ ફરિયાદીને ખર્ચ પેટે રૂપિયા ૧૫૦૦ /- અને માનસિક ત્રાસના રૂપિયા ૧૦૦૦/- તે ઉપરાંત રૂપિયા ૫૦૦૦/- દંડ પેટે દિન ૬૦ માં ચૂકવી આપવા હુકમ કરેલ છે. આમ રૂપિયા ૧૬૬૩/- ની અવેજમાં વ્યાપારીને રૂપિયા ૯૧૬૩/- અને રકમ ચુકવે ત્યાં સુધીની ૯ % ની રકમ ભરવા વારો આવ્યો તેવું ફરિયાદી હિમાસુભાઈ પરમારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકને પોતાના હક્કો માટે જે જે અધિકારો મળેલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ન્યાય માટે ગુજરાત સરકાર સલગ્ન ગ્રાહક સુરક્ષા મંડળોનો સહયોગ પણ લેવો જોઈએ ગ્રાહકે પાકું બીલ ફરજીયાત લેવું જોઈએ અને બીલનો અભ્યાસ કરવો જોઈએ કે, બીલ છે કે એસ્ટીમેટ, બીલ કાચું છે કે પાકું તે ચોક્કસ જોઈને લેવું જોઈએ તથા વસ્તુઓ લો છો તે ટ્રેડ માર્ક બહાને ડુપ્લીકેટ તો નથી ને ? જોવુ જોઈએ તેવું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા/ અંબાજીના પ્રમુખશ્રી વિપુલ ગુર્જરે જણાવ્યું હતું
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ