કરુણ અંજામ, પત્ની અને બે સાળાએ મળી પતિનું કાળશ કાઢી નાખ્યું…

કરુણ અંજામ, પત્ની અને બે સાળાએ મળી પતિનું કાળશ કાઢી નાખ્યું, પોલીસે દબોચ્યા..

બનાસકાંઠાના અમીરગઢના ખારા ગામેથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ખેતરની બાજુમાંથી પસાર થતા વહોળામાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચ્યો હતો. જો કે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી યુવકને તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળી મોતને ઘાટ ઉતારી હત્યાને છુપાવવા મૃતદેહને દાટ્યો હોવાનું સામે આવતા જ હડકમ્પ મચ્યો છે. જો કે અમીરગઢ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે હત્યારી પત્ની અને બે સાળાઓને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખારા ગામે વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં રાજેશ નામનો એક યુવક તેની પત્ની સાથે ભાગ્યા તરીકે રહેતો હતો જો કે યુવક થોડા દિવસો અગાઉ ઘરેથી છૂટક મજૂરીએ જવાનું કહી નીકળ્યો પરંતુ મોડી સાંજ સુધી પરત ઘરે ન ફર્યો. જોકે યુવક મોડી રાત સુધી ઘરે ન ફરતા ખેતર માલિકે ઘટનાની જાણ યુવકના પિતાને કરી અને યુવકનો પિતા ઉષાભાઈ ખારા ગામે પહોંચ્યા અને તેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી, અને અમીરગઢ પોલીસ મથકે પહોંચી પોતાના દીકરો ગુમ થયો હોવાની અરજી આપી જોકે પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન જ ખેતર માલિકને તેમના ખેતરના બાજુમાંથી પસાર થતા વડા નજીક કપડું પડેલું દેખાતા તેમને યુવકના પિતા ઉષાભાઈ એ આ શંકા મામલે અમીરગઢ પોલીસને જાણ કરી, તો અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમીરગઢ પોલીસને પણ આ જમીનમાં કઈ દાટ્યું હોય તેવી શંકા જતા પોલીસે અમીરગઢ મામલતદારને ઘટનાની જાણ કરી સ્થળ પર બોલાવી તે જગ્યા પર ખાડો ખોદતા અંદરથી ફોગાઈ ગયેલી હાલતમાં રાજેશ નો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો… જોકે મૃતક રાજેશ ના પિતા ને રાજેશ ની હત્યા તેની પત્નીએ જ કરી હોવાની શંકા જતા રાજેશ ના પિતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસે તપાસ કરી તો રાજેશ ની હત્યા તેની પત્ની અને બે શાળાઓએ સાથે મળીને કરી હોવાનું ખુલતા જ પોલીસે રાજેશ ની પત્ની અને બે શાળાઓને દબોચી લીધા છે અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે… જોકે આ હત્યા શું કારણોસર થઈ તે દિશામાં તપાસ કરી તો પારિવારિક ઝઘડા અને શંકાઓને કારણે હત્યા કરી હોવાનું ખુલાસો થયો છે. પોલીસે અત્યારે તો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://youtu.be/K8h0PlciFJE?si=_RmYqSh6D0UQgH1m

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!