દાંતા તાલુકાના ગંગવા અને કુંડેલ ગામે ” વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

*દાંતા તાલુકાના ગંગવા અને કુંડેલ ગામે ” વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા*

મી

*ઉજ્જ્વલા યોજના અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને સ્થળ પર લાભ અપાયા*

*ટી. બી. અને સિકલસેલ એનીમિયાના દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયું*

(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે.

જેના ભાગરૂપે તા. 20 નવેમ્બરના રોજ દાંતા તાલુકાના ગંગવા અને કુંડેલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો. ગંગવા ગામમાં સવારે 10 વાગે રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

રથ દ્વારા ગામમાં કુલ 80 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 55 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 2 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. તેમજ 5 લાભાર્થીઓના નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 10 દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ 20 દર્દીઓના કરવામાં આવ્યા હતા. 80 જનરલ લાભાર્થીઓ સહિત 88 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.

જ્યારે કુંડેલ ગામમાં 200 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. ટી. બી. સ્ક્રીનીંગ 98 દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્કીનિંગ 15 દર્દીઓના કરવામાં આવ્યા હતા. 170 જનરલ લાભાર્થીઓ સહિત 97 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.
આ યાત્રા દાંતા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.સી પંડ્યા સહિતના કર્મચારીઓએ લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરણા પુરી પાડી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!