અમદાબાદમાં ICC CWC ને લઈને મોટી તૈયારી:સ્ટેડિયમમાં 12 એમ્બ્યુલન્સ તહેનાત રહેશે.
સ્ટેડિયમમાં કુલ 12 એમ્બ્યુલન્સ તહેનાત રહીશકે:વર્લ્ડ કપની ફાઇનલમાં ICU બેડ સાથેની મિની હોસ્પિટલ ઊભી કરાઈ, ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યની ટીમ સ્ટેન્ડ ટુ રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ હાઇપ્રોફાઇલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. ત્યારે આ દર્શકોને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવશે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે.
VVIPથી લઈ સામાન્ય માણસ માટે 108ની ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ્ કરાશે.