પાલનપુરના રાજપુરના સબ સ્ટેશનમાં વીજકર્મી નું કરંટ ના કારણે મોત.
પાલનપુરના રાજપુરના સબ સ્ટેશનમાં વીજકર્મી નું કરંટ ના કારણે મોત નીપજ્યું હતું.
કામ દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિ ભાગળ ગામનો હતો.
પાલનપુરના રાજપુર ગામે આવેલા 66 કેવી સબ સ્ટેશનમાં વ્યક્તિ કામ કરી રહ્યા હતા. ત્યારે ભાગળ ગામના વીજકર્મીને કરંટ લાગતા મોતની નીપજ્યું હતું. વીજકર્મી નું મોત નીપજતા વીજ વિભાગમાં શોક નો માહોલ જોવા મળ્યો હતો.પાલનપુર ના ભાગળ ગામના કાંતિભાઈ ગણેશભાઈ પ્રજાપતિ GEB માં હેલ્પર તરીકે કામ કરતા હતા.શુક્રવારે રાજપુર ગામે આવેલા 66K.W સબ-સ્ટેશન માં કામ કરી રહ્યા હતા ત્યારે વીજ લાઈન ની કામગીરી દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.વિજકર્મી ને અચાનક જ વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું.કામગીરી દરમિયાન વીજકર્મી મોત નીપજતાં ભાગળ ગામ માં અને વીજ વિભાગ માં શોક નો માહોલ વર્તાયો હતો.