પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીને ફરજ પર જ હાર્ટ-એટેક આવ્યો,મોત થતાં પોલીસબેઠામાં શોકની લાગણી છવાઇ
પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીને ફરજ પર જ હાર્ટ-એટેક આવ્યો,મોત થતાં પોલીસબેઠામાં શોકની લાગણી છવાઇ
દાંતાં તાલુકા વતની 57 વર્ષીય સાયબાભાઇ જોરાભાઇ પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. આ દરમિયાન મંગળવારે મોડી સાંજે ફરજ દરમિયાન સાયબાભાઇને હાર્ટ-એટેક આવતાં ઢળી પડ્યા હતા. સાયબાભાઇ અચાનક ઢળી પડતાં અન્ય પોલીસકર્મીઓ તુરંત તેમને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
હાર્ટ-એટેકમાં જીવ ગુમાવનાર સાયબાભાઇ ઘણા સમયથી પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. એમના રિટાયર્ડ થવાને માત્ર બે-ત્રણ વર્ષ જ બાકી હતા. ત્યારે અકાળે એમનું અવસાન થતાં પરિવાર અને પોલીસબેઠામાં શોકની લાગણી છવાઇ ગઇ છે. સાયબાભાઇની આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાશે.