ક્યાં પકડાયું ચારનું કરોડના ચરસની સાથે નાઈજીરીયન મહિલા ઝડપાઈ
અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વિદેશી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જેમાં એક રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા પોલીસે બસના અંદર તપાસ હાથ ધરી હતી. જેમાં એક સીટ પર બેઠેલ મહિલાની તપાસ કરતા પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી 4 કિલો 268 ગ્રામ જેટલું માદક પદાર્થ મેથએમફિટામાંઈન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં બનાસકાંઠા પોલીસ અને અમીરગઢ પોલીસ એ સંયુક્ત ઓપરેશનમાં ચરસ નો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં અમીરગઢ પોલીસ બનાસકાંઠા એસઓજી એલસીબી પોલીસે ને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. જેમાં રાજસ્થાન તરફથી એક આવતી ખાનગી બસ માં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં એક સીટ ઉપર બેઠેલી એક વિદેશી મહિલાના સર સમાન તપાસ કરતા તેમાંથી મેથએમફિટામાઈન નામના માદક પદાર્થ સાથે રાજસ્થાન તરફથી મહિલા ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી જેથી પોલીસ મહિલા અને કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા પોલીસે તપાસ હાથ ધરતા ચરસની હેરાફેરી કરતી મહિલા મૂળ નાઈજીરીયાની રહેવાસી જે હાલ ચંદ્ર બિહાર દીપક બિહાર ગલી નંબર 2 દિલ્હીમાં રહે છે અને તેનો પાસપોર્ટ 2021 એક્સપાયર થયો છે. તેની પાસેથી મળી આવેલ માદક પદાર્થનું વજન કરતાં 4 કિલો 268 ગ્રામ જેની કિંમત 4 કરોડ 26 લાખ 80 હાજર કબજેલી મહિલા પાસેથી રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ કબજે લઈ બનાસકાંઠા એસ ઓ જી એસીબી અને અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.