માનસિક દિવ્યાંગ બાળકોને મીઠાઈ અને ટી શર્ટ વિતરણ કરાઈ.
કપિલ ચૌહાણ અને ઠાકોર દાસ ખત્રી દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને મીઠાઈ અને ટી શર્ટ વિતરણ કરાઈ…..
દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે ઘણા લોકો આર્થિક પરિસ્થિતિના કારણે દિવાળી પર્વ ને ઉજવી સકતા નથી , ત્યારે જરૂરિયાત મંદ પરિવાર પણ ઉત્સાહ પૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરી શકે તથા તેમના ઘરમાં પણ દિવાળી જેવા તહેવારોમાં અજવાળું થાય તે હેતુથી ડૉ. એસ.કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર ( અંધજન મંડળ અમદાવાદ ) ના માનસિક દિવ્યાંગ બાળકોને જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણના ગ્રુપ વતી તથા જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી દ્વારા માનસિક બાળકોને દિવાળી પર્વ નિમિતે મીઠાઈ તથા ગરમ ટી શર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું .