પાલનપુરના મહિલા પોલીસ કર્મીના સંઘર્ષ ફર્યા જીવનને લઈ સન્માનિત કરવામાં આવ્યા
પાલનપુરના મહિલા પોલીસ કર્મીના સંઘર્ષ ફર્યા જીવનને લઈ સન્માનિત કરવામાં આવ્યા.
પતિ ગેરમાર્ગે ચડી ગયો હોવાથી સંઘર્ષ કરી બે પુત્રોને ભણાવી નોકરીએ લગાવ્યા
પાલનપુરના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ગરમી એ પતિથી હળગા રહી બે પુત્રોનો ઉછેર કરી નોકરીએ લગાવ્યા છે ત્યારે તેમના સંઘર્ષ જીવનને અમદાવાદ ખાતે દુર્ગા ધામ બ્રહ્મ સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
પાલનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા વર્ષાબેન મહેતાએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરી પોતાના બંને પુત્રોનો ઉછેર કર્યો અને નોકરીએ લગાવ્યા છે ત્યારે અમદાવાદ ખાતે દુર્ગા ધામ બ્રહ્મ સમાજ દ્વારા ભાવેશભાઈ રાજ્યગુરુ સહિત અગ્રણી ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે વર્ષાબેન મહેતા જણાવ્યું હતું કે મારા લગ્ન વડગામમાં થયા હતા પતિ માર્કેટિંગ અને ટીવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેચાણ કરતા હતા દાંતામાં શોરૂમ કર્યો હતો જો કે ત્યાં આડે રસ્તે ચડી ગયા હતા અને મારી સાથે મારજોટ કરી ત્રાસ ગુજરાત હતા વાતની જાણ માતા-પિતાને થતા માતા પિતાની ઈજ્જત ખાતર ચૂપ રહી બધું જ સહન કર્યું હતું અને પતિથી અડધા થઈ પાલનપુર રહેવા આવી ગઈ હતી જ્યાં બંને પુત્રોને પિતા અને માતાનો પ્રેમ આપી ઉછેર કર્યો હતો જે બંને નોકરીએ લાગ્યા છે મારી જિંદગીની લડાઈ હું જાતે જ લડી છું જેનો મને ગર્વ છે