વલ્લભ વિદ્યાનગર ખાતે મળેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક
વલ્લભ વિદ્યાનગર ખાતે મળેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની પ્રાન્ત કારોબારી તા.05/11/2023 ને રવિવારના રોજ વલ્લભ વિદ્યાનગર મુકામે મળી.
રાજ્ય કારોબારી બેઠકમાં સરકાર માન્ય 9 સંવર્ગના 453 પદાધિકારીઓ હાજર રહી વ્યાપક ચર્ચા વિચારણા બાદ તમામ 9 સંવર્ગના પદાધિકારીઓ દ્વારા વિધાનસભા સભા ચૂંટણી પહેલાં આંદોલનના સમાધાન સમયે સરકાર દ્વારા સ્વીકારાયેલ પણ હજુ સુધી ઠરાવ ન કરવામાં આવેલ 2005 પહેલાંનાને ઓલ્ડ પેન્શન સહિત તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક સહિત તમામ શિક્ષકોને બદલીનો લાભ તથા અન્ય પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુસર ઠરાવ પસાર કરી સફળ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે આચાર્ય સંવર્ગ અને માધ્યમિક સંવર્ગના હોદ્દેદારોની ઘોષણા કરવામાં આવી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આચાર્ય સંવર્ગના અધ્યક્ષ તરીકે – ડૉ. વિષ્ણુ આર. મોદી નવ નિર્માણ વિદ્યાલય, વગદા
મહામંત્રી તરીકે – શ્રી કાંતિભાઈ એમ. પ્રજાપતિ શ્રી કે. જી. મહેતા હાઈસ્કૂલ, મેમદપુર
ઉપાધ્યક્ષ તરીકે – શ્રી વિનોદ કુમાર કે. પટેલ શ્રી સી. જે. કોઠારી હાઈસ્કૂલ, ચિત્રાસણી
બીજા ઉપાધ્યક્ષ તરીકે – શ્રી કે.પી. રાજપૂત મહંત શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કૂલ દામા રામપુરા
મંત્રી તરીકે – શ્રી હસમુખભાઈ આર. બારોટ શિવમ્ વિદ્યાલય, સરોત્રા ની વરણી કરવામાં આવી.
માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે – શ્રી રોહિત કુમાર જી. પટેલ આદર્શ વિદ્યાલય, કોટડા
મહામંત્રી તરીકે – શ્રી મનહર સિંહ એમ. બારડ એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા વગેરેની વરણી કરવામાં આવી હતી.
ભીખાલાલ પ્રજાપતિ