ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના અને મહામંત્રી મંત્રી જશુભાઇ ચૌહાણ અને શરદભાઈ સાકરીયા ની નિમણુંક કરવામાં આવી તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ તથા મહામંત્રીને ફૂલહાર તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સંકલ્પ લીધો હતો આશરે અત્યાર સુધી પોણા ત્રણ લાખ જેટલા અનુસૂચિત જાતિના વોટરો ભારતીય જનતા પાર્ટીને મળે છે પણ આવનાર 2024ની ચુંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી ફરીવાર જ્યારે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તેવામાં બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચાના વધારે વોટ ભારતીય જનતા પાર્ટીના પક્ષને મળે તેવા સંકલ્પ કરી હુંકાર ભરવામાં આવી હતી જે રીતે કેન્દ્રમાં રહેલી મોદી સરકાર અને રાજ્યમાં રહેલી ભૂપેન્દ્ર ભાઈ ની સરકારે જે જે કામ કર્યા છે તે વિશે લોકોને સમજાવીને વધુ પડતાં વોટો મળે તે માટે હર ઘર હર મોહલ્લા માં બેઠક કરવામાં આવશે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી બહુમત વૉટોથી વિજય થાય તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા પ્રમુખ અને મહામંત્રી નું સન્માન સમારોહ ઉપસ્થિત ચમનલાલ સોલંકી,વિજયભાઈ ચક્રવર્તી,એન્ટી રાઠોડ,દુધાભાઈ પરમાર, અને સર્વ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના કાર્ય કર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
ભીખાલાલ પ્રજાપતિ