અંબાજી માં બાઈક ચોર ને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અંબાજી માં બાઈક ચોર ને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું મા જગતજનની અંબાનું ધામ છે. અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે હોવાના લીધે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસનો ચુસ્ત બંદોબત ગોઠવવામાં આવતો હોય છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ પર પણ અંબાજી પોલીસના જવાનો 24 કલાક તૈનાત હોય છે. રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોની સદન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં એલસીબીના માણસોપણ કામગીરી કરે છે.
એલસીબી પાલનપુરની ટીમ અંબાજીની કૈલાશ ટેકરી નીચે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે એક વ્યક્તિ મોટરસાઇકલ લઈને આવતા એલસીબી પોલીસે રોકતા તેમને પૂછપરછ કરતા તે મોટરસાઇકલ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. આ મોટરસાઇકલ આબુરોડ રાજસ્થાનની સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એલસીબી પોલીસે મોટરસાઇકલ અને વ્યક્તિને ઝડપી પાડી અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી મકનારામ બચુરામ પરમાર હોવાનું સામે આવ્યું હતું.