ભાગળ(પીં)શાળા સંકુલમાં પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
વિદ્યાધામ- ભાગળ(પીં)શાળા સંકુલમાં પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રીમતી એસ કે શાહ પ્રાથમિક શાળા અને શ્રી એસડીએલ શાહ હાઇસ્કુલ માં પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પારંગત બને અને પોતાની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા હેતુથી ૧૦ જેટલી વિવિધ સહઅભ્યાસિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરેલ, આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને સ્વયમ વાલી મંડળના સૌજન્યથી શિલ્ડ તથા ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના ધીરજભાઈ. પી.પ્રજાપતિ તરફથી શાળાને સ્પોર્ટ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.પ્રોત્સાહક ઇનામો મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા આત્મવિશ્વાસ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ગામના સરપંચ શ્રી અનિલભાઈ ચૌધરી, સ્વયમ વાલી મંડળના હોદ્દેદારશ્રી અને સભ્યશ્રીઓ,શિક્ષકશ્રીઓ એ હાજર રહી કાર્યક્રમને દિપાવેલ.તમામ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ-ભાગળ(પીં)ના પ્રમુખશ્રી અને આચાર્ય શ્રી કિરીટ પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.