પાલનપુર અંધશાળામાં ભણેલો ઠાકોર પ્રજ્ઞાચક્ષુ યુવાન 15 મેડલ પ્રાપ્ત કર્યા હવે એશિયન ગેમ્સમાં ભાગ લીધો…
પાલનપુર અંધશાળામાં ભણેલો ઠાકોર યુવાન મામાના ત્યાં ઉછરેલો ભણવામાં અવલ અત્યાર સુધી વિવિધ રમતોમાં 15 મેડલ પ્રાપ્ત કર્યા હવે એશિયન ગેમ્સમાં ભાગ લીધો….
પાલનપુરમાં ચામુંડા વાસમાં ઠાકોર પરિવારમાં જન્મેલો ખોડાજી બચપણથી જ પ્રજ્ઞાચક્ષુ નવ વર્ષની ઉંમરે તેના માતા પિતાની અવસાન થતા છત્રછાયા ગુમાવી હતી આ યુવાનને પોતાના મામાના ઘરે પાલન પોષણ સાથે સાથે અભ્યાસ જવાબદારી નિભાવી તેને અભ્યાસ માટે પાલનપુર અંધશાળામાં બેસાડેલો આ બાળક ભણવામાં અવલ વિવિધ રમતોમાં પણ ભાગ લઈ પોતાની વિપુલતા બતાવતા તેને દસમાના અભ્યાસમાં અમદાવાદ ખાતે અંધ મંડળશાળામાં બેસાડેલો ત્યારબાદ સી .એન.વિદ્યાલય અમદાવાદ ખાતે ટ્રેનિંગ કરેલી જેમાં વિવિધ રાજ્યમાં 20 જગ્યાએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ આ ખોડાજી ઠાકોરે 15 મેડલ પ્રાપ્ત કર્યા હતા જોકે ત્યારબાદ એશિયન ગેમ્સમાં ભાગ વિવિધ દેશોમાં રમતોમાં ભાગ લેવા જવાની સફળતા મળી હતી જોકે આ એશિયન ગેમ્સમાં છઠ્ઠા કર્મને આવતા તેને પાલનપુર આવતા સમાજના તેમજ અન્ય મિત્રોએ તેનું સ્વાગત કર્યું હતું કહેવત છે કે મન હોય તો માળવે જવાય તે સાર્થક પૂર આવતું આ જન્મથી પ્રજ્ઞાચક્ષુ આ કામ સફળ બનાવ્યું હતું.
ભીખાલાલ પ્રજાપતિ