જિલ્લા હસ્તકલા વિભાગ સ્ટોલ પ્રદર્શન ખુલ્લું મુકાયું…

જિલ્લા હસ્તકલા વિભાગ સ્ટોલ પ્રદર્શન ખુલ્લું મુકાયું…

હાથ બનાવટમાં માહિર આત્મનિર્ભર મહિલાઓને પ્રોત્સાહન આપવા અને તેમની બનાવેલી ચીજવસ્તુઓ લોકો સુધી પહોચાડવા જિલ્લા હસ્તકલા વિભાગે સ્ટોલ પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે.

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને વેગ આપવા બનાસકાંઠા જિલ્લા હસ્તકલા વિભાગ એક કદમ આગળ ચાલી દેશી ચીજવસ્તુઓના સ્ટોલ લગાવી પ્રદશન ખુલ્લું મૂક્યું છે. આધુનિક યુગ સાથે હાથ બનાવટની દેશી ચીજવસ્તુઓના ઘટતા વપરાશ અને તેમાં લોકોની રુચિ ઘટી છે જેથી હાથ બનાવટની વિવિધ વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓનો જોમ જુસ્સો ઓછો થયો છે ત્યારે જિલ્લા હસ્તકલા વિભાગે આવી બહેનો દ્વારા બનાવેલી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવી પ્રદશન ખુલ્લું મૂક્યું છે.

પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે હસ્તકલાના ૨૦ જેટલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પ્રદર્શનને ભીલ સમાજની વાડીમાં ખુલ્લા મુકવામાં આવ્યા છે. હસ્તકલા વિભાગના આ પ્રયાસથી આગામી દિવસોમાં જે મહિલાઓ માત્ર ઘરમાં બેસી ઘરકામ કરી પોતાના નસીબને રોવે છે તે મહિલાઓમાં પણ નવો ઉત્સાહ પૂરો પાડશે અને તેમને પણ આવી અવનવી ચીજવસ્તુઓ બનાવવા પ્રેરશે.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી વાત્સલ્ય ગ્રુપના ચેરમેન જાગૃતિ મહેતા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે જેઓ મહિલાઓની કલાને સમજી તેના અનુરૂપ તેને વિવિધ ચીજવસ્તુઓ બનાવવા કાચું મટીરીયલ પૂરું પડવામાં આવી રહ્યું છે સાથે તેમણે જરૂરી માર્ગદર્શન આપી તેમની બનાવેલી વસ્તુઓનું અલગ શહેરમાં વેચાણ કરાવી તેમને પગભર થવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા હસ્તકલા વિભાગ સાથે જાગૃતિ મહેતા નામની મહિલા અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત તેમની પડખે રહી તેમનામાં નવો જોમ જુસ્સો ભરી તેમને આર્થિક સધ્ધર કરી પરિવારમાં તેમનું માંન સન્માન વધાર્યું છે ત્યારે જો અન્ય મહિલાઓ પણ પ્રેરણા લઈ આ સહિયારો પ્રયાસ કરે તો વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનુ સપનું સાકાર થવામાં સમય નહિ લાગે

https://youtu.be/wSo60gRxFYg?si=cG9exZu9qlnTp29a    

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!