આણંદમાં ભયંકર અકસ્માત…CCTV માં કેદ થયા દ્રશ્યો…

આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા. જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવ્યાં છે. જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે

આ અકસ્માતના CCTV પણ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા અને પુત્રી ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર નીચે પટકાયા હતા. તેમજ માતા 15 ફૂટ ઉછળી બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. પિતા અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. થોડી ગફલતના કારણે બે લોકોની જીંદગી રોડ પર જ ખતમ થઈ ગઈ હતી. તેમજ માતાને અને અન્ય પુત્રીને પણ ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેઓેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક બોરસદ રૂલર પોલીસ મથકે હાજર થયો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!