પાલનપુર ઓવર બ્રીજની ઘટનામાં દોષીઓ સામે કડક કાર્યવાહી થશે: ડી.જી.સમશેર સિંહ
પાલનપુર ઓવર બ્રીજની ઘટનામાં દોષીઓ સામે કડક કાર્યવાહી થશે: ડી.જી.સમશેર સિંહ
આજે 12:30 કલાકે અંબાજીના સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ સાથેની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ડી.જી. સમશેર સિંહ, રેન્જ IG જે.આર.મોથડીયા સાબરકાંઠાના SP વિજય પટેલ, બનાસકાંઠા SP અક્ષય રાજ મકવાણા અને અરવલ્લી જિલ્લાના SP હાજર રહ્યા હતા. ગઈકાલે પાલનપુર ઓવર બ્રિજ ધરસાઈની ઘટનાને લઈને આ પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
ગઈકાલે પાલનપુર ઓવરબ્રિજ ધરાસાઈ થવાની ઘટના બની હતી. જેને લઈને ડી.જી.સમશેર સિંહ જણાવ્યું હતું કે, પાલનપુર ઓવર બ્રીજ ધરાશાઈની ઘટનામાં જે પણ દોષીઓ હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની સતત આ ઘટનાને લઈને તપાસ જારી છે. જે પણ આ ઘટનામાં દોશીઓ બહાર આવશે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.