ચૂંટણીને લઈ પોલીસ અધિકારીઓની અંબાજીમાં પ્રેસ કોન્ફરન્સ.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીને લઈ ગુજરાતમાં 63 ચેકપોસ્ટ ઊભી કરાઇ
આજે ૧૨.૩૦ કલાકે અંબાજીના સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ સાથેની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ડી.જી. સમશેર સિંહ, રેન્જ આઈજી જે.આર.મોથલીયા સાબરકાંઠાના એસપી વિજય પટેલ, બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા અને અરવલ્લી જિલ્લાના એસપી હાજર રહ્યા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનાર ચૂંટણીને લઈને આ પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
અંબાજી પ્રેસ કોન્ફરન્સમાં ડી.જી.સમશેર સિંહ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી આવનાર સમયમાં યોજનાર છે. તેને ધ્યાને રાખી ગુજરાતના પાંચ જિલ્લામાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લાઓમાં ૬૩ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. તો તમામ ચેકપોસ્ટો પર સદન સુરક્ષા ગોઠવવામાં આવી છે. હાલમાં ૨૫ લાખ જેટલો માદક પદાર્થ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.