શારદીય નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે ઘટ સ્થાપન કરાયું

શારદીય નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલ ની ઉપસ્થિતિમાં ઘટ સ્થાપન કરાયું

ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ:મંદિર પરિસર જય અંબે ના જયઘોષથી ગુંજી ઉઠ્યું

(માહિતી બ્યુરો, પાલનપુર)

15 મી ઓક્ટોબર ને રવિવાર થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. જે અન્વયે શક્તિપીઠ અંબાજી ખાતે પવિત્ર શારદીય નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ નિમિત્તે શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર અને શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માની ઉપસ્થિતિમાં પારંપરિક ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી.
પ્રથમ નોરતે માતાજીના ઘટ સ્થાપનની વિધિ હોઈ લાખો શ્રદ્ધાળુઓ આ વિધિમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવતા હોય છે. જેના લીધે નવરાત્રીના પ્રારંભથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો અને નવરાત્રી ના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હોય એવો માહોલ જામ્યો હતો. ઘટ સ્થાપન પ્રસંગે માઈ ભક્તો ભાવ વિભોર બન્યા હતા. તો સમગ્ર મંદિર પરિસર જય અંબે ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!