ગધેડાએ ચલાવી 17 લાખની લક્ઝ્યુરિયસ કાર, જોવા માટે જૂનાગઢમાં જામ્યું માનવ મહેરામણ!
ગધેડાએ ચલાવી 17 લાખની લક્ઝ્યુરિયસ કાર, જોવા માટે જૂનાગઢમાં જામ્યું માનવ મહેરામણ!
જુનાગઢનાં મુખ્ય માર્ગ ઉપર વિચિત્ર ઘટના બની હતી. બે લોકો શરણાઇ અને ઢોલ વગાડતા હતાં અને લાખો રૂપિયાની કારને ગધેડો ચલાવતો હતો. ક્યારે ન જોયેલું દ્રશ્ય જોઇને લોકો નવાઇ પામ્યાં હતાં. તેમજ આ શું થઇ રહ્યું છે તે જોવા લોકોની ભીડ જામી હતી.
આપણી આસપાસ અનેક વખત નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને જાણવા અને જોવા લોકો બહુ જ ઉત્સુકતા પણ દાખવતા હોય છે. જૂનાગઢમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેને જોવા માટે શહેરના રાજમાર્ગો પર લોકોની ભીડ જામી ગઈ હતી. જણાવી દઈએ કે, એક ગધેડો લાખો રૂપિયાની કારને ઢસડીને લઈ જતો જોવા મળ્યો હતો. આ ગધેડાની આગળ બે લોકો ઢોલ અને શરણાઈ પણ વગાડી રહ્યા હતા. આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકો અચંબામાં મુકાઈ ગયા હતા અને આવું કેમ થઈ રહ્યું છે તે જાણવાની પણ કોશિશ કરી રહ્યા હતા.
જૂનાગઢમાં આજે કોડીનારથી આવેલા એક કાર ચાલકે શોરૂમ પર અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પોતાની કારમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદ કરી હતી. છેલ્લા છ મહિનાથી શોરૂમ સંચાલક દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આપણી આસપાસ અનેક વખત નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને જાણવા અને જોવા લોકો બહુ જ ઉત્સુકતા પણ દાખવતા હોય છે. જૂનાગઢમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેને જોવા માટે શહેરના રાજમાર્ગો પર લોકોની ભીડ જામી ગઈ હતી. જણાવી દઈએ કે, એક ગધેડો લાખો રૂપિયાની કારને ઢસડીને લઈ જતો જોવા મળ્યો હતો. આ ગધેડાની આગળ બે લોકો ઢોલ અને શરણાઈ પણ વગાડી રહ્યા હતા. આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકો અચંબામાં મુકાઈ ગયા હતા અને આવું કેમ થઈ રહ્યું છે તે જાણવાની પણ કોશિશ કરી રહ્યા હતા.
આજે જૂનાગઢ સ્થિત કિયાના શોરૂમ ખાતે આવી અને પોતાની કારને ગધેડા સાથે બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પ્રતાપસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેં ભૂતકાળમાં મારુતિ કંપનીની ડિઝાયર કાર વેચી અને કિયા કંપનીની ગાડીની ખરીદી કરી હતી.
સમયે મેં ગાડી નોંધાવી તેના આગળના મહિને જ આ ગાડીમાં 50000 રૂપિયાનો ભાવ વધારો આવ્યો હતો. જેથી તે ભાવ વધારો પણ મેં ચૂકવ્યો હતો. જો 17 લાખ રૂપિયા દેવા છતાં પણ સારી કારની સર્વિસ ન મળી શકતી હોય તો તે વ્યાજબી નથી. તેથી છેલ્લા છ મહિનાથી પ્રયાસોના અંતે પણ કોઈ પણ પ્રકારનું કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આજે પોતાની કારને ગધેડા સાથે બાંધી અને શોરૂમ ખાતે લાવ્યા હતા.
શોરૂમ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ બાબતે તેમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર આપવાનું શોરૂમ સંચાલકોએ ટાળ્યું હતું