પાલનપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવાયજ્ઞ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ. ફોટો સેસન કરતા કર્મચારીઓ
“સ્વચ્છતા હી સેવા અભિયાન” : બનાસકાંઠા જિલ્લો*
પાલનપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવાયજ્ઞ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ. ફોટો સેસન કરતા કર્મચારીઓ
બસ સ્ટેશનમાં ઠેર ઠેર સ્વચ્છતા બેનરો લગાવી મુસાફરોને સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ
*માહિતી બ્યુરો,પાલનપુર
‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
બનાસકાંઠા જિલ્લામાં 15 ઓક્ટોબર થી આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરી રહ્યા છે.
” સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત જિલ્લા મથક પાલનપુરના જુના બસસ્ટેશનમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. વિભાગીય નિયામકશ્રી કે.એસ. ચૌધરી અને ડેપો મેનેજરશ્રી આર.એમ મેવાડાના માર્ગદર્શન હેઠળ બસસ્ટેશનમાં કચરાના ઢગ અને ગંદકીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓ સાથે એસ.ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. અને બસ સ્ટેશનની સફાઈ હાથ ધરી હતી. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે બસસ્ટેશનમાં ઠેર ઠેર સ્વચ્છતા બેનરો લગાવી મુસાફરોને સ્વચ્છતાની અપીલ કરવામાં આવી હતી.
કર્મચારી મંડળના પ્રમુખશ્રી રણજીત સિંહ હડિયોલ દ્વારા મુસાફરોને બસ સ્ટેશનમાં કચરો ન ફેંકવા અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમની સાથે સ્ટેન્ડ ઇન્ચાર્જ રસુલભાઈ આગલોડિયા, એલ.સી.જવાનસિંહ સોલંકી, જશવંતસિંહ સોલંકી , રાજુભાઇ દેસાઈ, રમેશભાઈ જોશી, પ્રદીપસિંહ પરમાર, બાબુભાઇ દેસાઈ, બાલાભાઈ ઠક્કર, સહિતના કર્મચારીઓએ બસ સ્ટેશનને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે સફાઈ હાથ ધરી હતી.