સ્ટેડિયમમાં લોકોને મેચ જોતાં જોતાં ગભરામણ અને ચક્કર આવ્યાં, 4ને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 150 લોકોને ગભરામણ, ચક્કર આવવાની સાથે પડી ગયા હતા. 108 ઇમર્જન્સી સેવા દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. 4 લોકોને વધુ સારવારની જરૂર પડતાં 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.