સાબરેઠા ફળી (કું) પ્રાથમિક શાળા કંસારા બુટ અને ચપ્પલ ની વિતરણ કરવાંમાં આવ્યા
ઠાકોર દાસ ખત્રી દ્વારા સાબરેઠા ફળી (કું) પ્રાથમિક શાળા કંસારા બુટ અને ચપ્પલ ની વિતરણ
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રીના સહયોગથી પાલનપુરથી ૨oકિલોમીટર દૂર આવેલ આદિવાસી વીસ્તારના કંસારા ગામ માં સાંબરેઠાફળી પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને પહેલા ધોરણને બુટ અને ધોરણ બે થી પાંચ ના વિધ્ચયાર્પ્પથીઓને ચંપલ આપવામાં આવ્યા , થોડા દિવસ પહેલા હર્ષદભાઈ પ્રજાપતિ માર્ગ ITI રામપુરા વડલાથી ફોન કરી જણાવ્યું કે કંસારા ગામમાં આદિવાસી બાળકોની શાળા છે ત્રણ ચાર કિલોમીટર દૂરથી ચાલતા શાળામાં આવે છે. સાબરેઠા ફળી (કું) પ્રાથમિક શાળા બાળકોને બુટ અને ચપ્પલ ની જરૂર છે આજે એમના હસ્તે બુટ ચપ્પલનો વિતરણ કરવામાં આવ્યું શાળાના આચાર્ય અમિતભાઇ કાપડીએ ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. અને જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી દ્વારા પાલનપુર અને આદિવાસી વિસ્તારમાં.આજુબાજુના કોઈશાળા બાકી ન હોય જયાં ઠાકોર દાસખત્રી પહોંચ્યો હોય અત્યાર સુધી માં.ગરીબ બાળકોને ઠાકોરદાસ ખત્રી દ્વારા અંદાજે ૪ લાખ રૂપિયા સુધીના બુટ ચંપલ નું સેવા કરવામાં આવી હશે, ઠાકોર દાસ ખત્રી અત્યાર સુધીમાં ૨ હજાર થી પણ વધુ પક્ષી પ્રાણીઓનું સારવાર કરાઈ અને જીવ બચાવ્યો છે. ઉનાળામાં પશુઓ માટે પાણી ટાંકી મૂકવી અને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવું જેવા સેવાકીય કામો કરે છે, શક માર્કેટમાં લીલાશાહ પાણીની પરબ છે. છેલ્લા છ વર્ષથી પાલનપુરમાં અલગ અલગ સ્કૂલમાં અને આદિવાસી વિસ્તારમાં બુટ ચપ્પલ આપવા
અને પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ શાળામાં ભોજન નાસ્તો આપે છે …