સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર ગુરુવારે માર્ગદર્શન સેમિનારનું આયોજન
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર ગુરુવારે માર્ગદર્શન સેમિનારનું આયોજન
12 મી ઓક્ટોબરે સ્પીપા ના ફેકલ્ટી શ્રી બ્રિજેશ પટેલ વિદ્યાર્થીઓને GPSC/UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે
ઓક્ટોબર માસના દર ગુરુવારે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં સાંજે- 5 થી 6 દરમિયાન માર્ગદર્શન સેમિનાર યોજાય છે
(માહિતી બ્યુરો,પાલનપુર)
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત સાચું માર્ગદર્શન મળી રહે એ માટે કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે દર ગુરુવારે કલેકટર કચેરી, પાલનપુર ખાતે સાંજે 5 થી 6 દરમિયાન નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન માહિતી પૂરી પાડવામાં આવે છે. તા. 12 મી ઓક્ટોબરને ગુરુવારે સ્પીપા ના ફેકલ્ટી શ્રી બ્રિજેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવશે. તો UPSC તથા GPSC પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા અનુરોધ છે.