રતનસિંહ ઠાકોરને બેસ્ટ રીપોર્ટરનો એવોર્ડ એનાયત કરાયો.
રતનસિંહ ઠાકોરને બેસ્ટ રીપોર્ટરનો એવોર્ડ એનાયત કરાયો.
બનાસકાંઠા જિલ્લામાં જનસમસ્યાઓને વાંચા આપવામાં સતત લોકો વચ્ચે રહેતા કેટીવી ન્યૂઝના યુવાન પત્રકાર રતનસિંહ ઠાકોરને અમદાવાદ કેટીવી ન્યૂઝ ચેનલ તરફથી બેસ્ટ રીપોર્ટરનો એવોર્ડ એનાયત કરયો હતો. રતનસિંહ ઠાકોરે ટૂંક સમયમાં પત્રકાર તરીકે ખુબજ નામના મેળવી છે. જેમની નોંધ કેટીવી ન્યૂઝ ચેનલ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી ઝડપી અને નિષ્પક્ષ સમાચાર ચેનલ સુધી પહોચાડી તંત્રનું ધ્યાન દોરવામાં પત્રકાર તરીકે રતનસિંહ ઠાકોરની કામગીરી સફળ રહી છે. રતનસિંહ ઠાકોર પાલનપુરથી કાર્યરત પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય હોવાથી રતનસિંહ ઠાકોર જિલ્લામાં પ્રથમ વખત બેસ્ટ રીપોર્ટરનો અમદાવાદ ખાતે એવોર્ડ મેળવી પરત આવતા પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તેમનું ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આગામી દિવસોમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.