ધો. 10-12ની પરીક્ષાની તારીખ જાહેર

ધો. 10-12ની પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા યોજાશે. 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો, જ્યારે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે. બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરી બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ

  • 11 માર્ચ – ગુજરાતી
  • 13 માર્ચ – સ્ટાન્ડર્ડ ગણિત/બેઝિક ગણિત
  • 15 માર્ચ – સામાજિક વિજ્ઞાન
  • 18 માર્ચ – વિજ્ઞાન
  • 20 માર્ચ – અંગ્રેજી
  • 23 માર્ચ – સંસ્કૃત

ધોરણ 12 સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ

  • 11 માર્ચ – નામાનાં મૂળતત્ત્વો
  • 13 માર્ચ – અર્થશાસ્ત્ર
  • 14 માર્ચ – આંકડાશાસ્ત્ર
  • 18 માર્ચ – વાણિજ્ય વ્યવસ્થા
  • 19 માર્ચ – અંગ્રેજી
  • 20 માર્ચ – ગુજરાતી
  • 22 માર્ચ – કોમ્પ્યુટર

12 સાયન્સ પ્રવાહનો કાર્યક્રમ

  • 11 માર્ચ – ભૌતિક વિજ્ઞાન
  • 13 માર્ચ – રસાયણ વિજ્ઞાન
  • 15 માર્ચ – જીવ વિજ્ઞાન
  • 18 માર્ચ – ગણિત
  • 20 માર્ચ – અંગ્રેજી

શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેરાત મુકાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયું છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મૂકવામાં આવ્યો છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!