પાટણ ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઇ દેસાઇના સન્માન સમારંભ અંગે ભાજપના આગેવાનોનો સરસ્વતી તાલુકાનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો
પાટણ ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઇ દેસાઇના સન્માન સમારંભ અંગે ભાજપના આગેવાનોનો સરસ્વતી તાલુકાનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો
તા.7 ઓક્ટોબર 2023 ના રોજ પાટણ ખાતે બક્ષીપંચ સમાજ દ્રારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યસભા સાંસદ, દાનવીર – ભામાશા બાબુભાઇ દેસાઈના સન્માન સમારંભનું આયોજન થયું છે જે સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય જેના પૂર્વ આયાેજન અંગે સરસ્વતી તાલુકાના ખોડાણા , વાંણા મોહનપુરા, મુના , ભાટસણ ગામે ભાજપ માલધારી સેલની ખાટલા બેઠકો મળી..જે બેઠકમાં પ્રદેશ ભાજપ માલધારી સેલ સંયાેજક ડૉ.સંજયભાઈ દેસાઈ તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) સહિત ભાજપના આગેવાનો તેમજ દરેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
ભીખાલાલ પ્રજાપતિ