અમીરગઢમાં મામલતદાર કચેરી આગળના ભાગે દુર્ગંધ મારતું પાણી
અમીરગઢમાં મામલતદાર કચેરી આગળના ભાગે દુર્ગંધ મારતું પાણી
1 ઓક્ટોબરે સરકાર દ્વારા એક કલાક શ્રમદાન કરી સ્વચ્છતાની અપીલ કરી હતી. ત્યારે અમીરગઢમાં સ્વચ્છતાના નામે મીંડું હોય તેમ ગામના ગલી-મહોલ્લાઓમાં ગંદુ પાણી માર્ગો ઉપર રેલાઇ રહ્યું છે. અમીરગઢ મામલતદાર કચેરી આગળના ભાગે આવેલા રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતું પાણી માર્ગો પર રેલાઇ રહ્યું છે. જોકે આ અંગે અમીરગઢ પંચાયતના સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ જ પરિણામ આવતું નથી. ગાંધી જયંતિ પર નાના-મોટા તમામ ગામોમાં સફાઈ કરાઈ હતી. જોકે અમીરગઢ પંચાયત દ્વારા પણ આયોજન કરાયું હતું પરંતુ તે આયોજનનું સુરસરિયું થયું હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.