એસ.ટી.નિગમ ના યુનિયનો દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂકાયું.
એસ.ટી.નિગમ ના યુનિયનો દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂકાયું.
કર્મચારીઓની પડતર માંગણીઓ ને લઈ તબક્કા વાર આંદોલનના કાર્યક્રમ અપાયો,
ગુજરાત એસ.ટી.નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ ની પડતર માંગણીઓ ને લઈ સરકાર સામે બાંયો ચડાવી,મોઘવારી, ઘરભાડુ,પગાર વિસંગતતા તથા અન્ય મુદ્દાઓને લઈ આજરોજ માન્ય ત્રણેય યુનિયન ભારતીય મજદૂર સંઘ,કર્મચારી મંડળ,મજૂર મહાજન યુનિયન ની બનેલી સંકલન સમિતિ દ્વારા આગામી તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો જાહેર કરાયા,વર્ષોથી એસ.ટી.નિગમના કર્મચારીઓ ને થતાં અન્યાય સામે આખરે યુનિયનો મેદાને ઉતર્યા.એસ.ટી.નિગમમાં ફરજ બજાવતા અંદાજે ૪૦,૦૦૦ કર્મચારીઓ માં રોષની લાગણી,જો સરકાર માંગો પૂરી નહી કરે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ.ત્રણેય યુનિયન ની સંકલન સમિતિ દ્વારા ઈ.ડી.વી.સાહેબને(એમ.ડી.સાહેબ ઉપસ્થિત ન હોવાથી) નોટિસ આપી પડતર પ્રશ્નો ને જડપી નિકાલ લાવવા કરાઈ વિનંતી.