પાલનપુર એસ ટી.વિભાગ ની પ્રશંસનીય કામગીરી.
પાલનપુર એસ ટી.વિભાગ ની પ્રશંસનીય કામગીરી,
માઈભક્તો ના ઘોડાપૂર ને એક પણ અનિચ્છનિય બનવા વગર પોતાના ઘરો સુધી પહોંચાડવાની સુંદર વ્યવસ્થા,
માં ના દરબારમાં દર્શનાર્થે પધારેલ ૮,૧૯,૦૮૦ યાત્રાળુઓ એ બસ સેવાનો લાભ લીધો.
માં અંબાના પવિત્ર અને પાવન મહામેળામાં ૨૫૦ બસો દ્વારા ૧૫૧૦૫ ટ્રીપોનું સંચાલન કરી ૨,૮૪,૦૯,૬૧૩ રૂપિયાની આવક મેળવી,
પાલનપુર વિભાગના યશસ્વી વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી ના માર્ગદર્શન તળે અવ્વલ પરિવહન અધિકારી શ્રી વિનુભાઈ ચૌધરી સાહેબના દિશાનિર્દેશો અનુસાર માં અંબાના ધામ માં મહામેળા નું સુંદર આયોજન કરાયું.એક પણ યાત્રાળુને તકલીફ ના પડે સાથે જડપી પોતાના ઘર સુધી પહોચાડવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી.એસ.ટી.ના કર્મચારીઓ માટે બન્ને ટાઈમ મિષ્ટાન સાથે ભોજનની વ્યવસ્થા,ઠંડા પાણીની,આરામ માટે ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.વિભાગીય નિયામક શ્રી પોતે ૨૪*૭ મેળામાં હાજર રહી કર્મચારીઓના ઉત્સાહ વધારવા સાથે યાત્રાળુઓ ને કોઈ તકલીફ નાં પડે તે માટે સીધુ મોનીટરીંગ કરતા હતા🙏
એસ.ટી.વિભાગની સુંદર કામગીરીથી પ્રભાવિત થઈ બનાસકાંઠાના સમાહર્તા કલેકટર શ્રી વરુણ બરનવાલ સાહેબ એસ.ટી.કંટ્રોલ પોઇન્ટ ની મુલાકાત લઈ કામગીરી ની ખુબ પ્રશંસા કરી સાથે કહ્યું કે કોઈ પણ માંગણી નહી,કોઈ અપેક્ષા નહી,કોઈ વહીવટી વિક્ષેપ નહી છતાં પણ નિસ્વાર્થભાવે સેવા આપની અવિરત સેવાને હું બિરદાવું છું અને ચૌધરી સાહેબ આપને અને આપની ટીમ ને ધન્યવાદ આપુ છું.જાહેર મંચ ઉપરથી કલેકટર સાહેબ દ્વારા એસ.ટી.ની કામગીરીના ભરપેટ વખાણ કરી તમામ ડેપો મેનેજર તથા સુંદર કામગીરી કામગીરી કરનાર ડ્રાઈવર/કંડકટર ને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા.