પાલનપુરમાં સિવિલ એન્જિનિયર ડીઝલ ચોરીનો શક રાખી માર માર્યો.
ગુજરાતમાં અત્યાચારની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી છે. અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
આ ઘટના બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરની છે જ્યાં પાર્થ નામના એક એન્જીનીયર દલિત યુવાનને અડધો ડઝન યુવાનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. અત્યારે આ પીડિત યુવાન પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના ને બે દિવસ થયા છે પણ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ થઈ નથી.
પાલનપુરમાં સિવિલ એન્જિનિયર ડીઝલ ચોરીનો શક રાખી માર માર્યો.
છ શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ.
પાલનપુરના પ્રકાશ નગર ગોરવાડી માં રહેતા યુવાનને કંપનીમાં સાથે કામ કરતાં ડીઝલ ચોરીને શક રાખીને જાતિ વિરુદ્ધ આપવાની શબ્દો બોલી ઢોર માર માર્યો. આ અંગે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રકાશ નગર ગોરવાડી માં રહેતા પાર્થ કુમાર જયેશભાઈ તુરી ગુરૂવારની રાત્રે 8:00 કલાકે પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમની સાથે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ધાર્મિક ભાઈ ચૌધરીએ ફોન કરીને કહ્યું કે મારો બર્થ ડે છે અને સવેરા હોટલમાં ઉજવણી કરવાની છે તું આવી જા. તેમ કેતા પાર્થ કુમારે કહ્યું કે હું આવું છું. થોડીવારમાં ધાર્મિક ચૌધરી અને સચિન બંને પાર્થ કુમારને ઘેરથી બોલેરો ગાડીમાં આરટીઓ સર્કલ ઉપર બની ગયેલા બ્રિજ ઉપર લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ આકાશભાઈ ચૌધરી વિકાસભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી અને નિકુલભાઇ ચૌધરી ઉભા હતા. ઓલુ ઉપર ઉભા રહેલ શક્ષોએ કહ્યું કે ભરતભાઈ ઠાકોરે કહ્યું છે કે ગોડાઉનમાં થતી ડીઝલ ચોરી માં તારો હાથ છે. જે બાબતે પાર્થ કુમારે ના પાડતા શખ્સોએ જાતિ અપમાનિત શબ્દ બોલી દોરડાથી બંને પગ બાંધી ધોકા વડે માર મારી વિડીયો બનાવી ડીઝલ ચોરીની કબુલાત કરાવી હતી, અને bolero માં બેસાડી નિકુલ ચૌધરી અને વિશ્વદીપ સચિન બંને પાર્થ કુમારને ઘરે મૂકી ગયા હતા. જો આ બનાવની વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખ્યું છે એવી ધમકી આપતા પશ્ચિમ પોલીસ મથકે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ધાર્મિક ચૌધરી,વિશ્વદીપ સચિન, આકાશ ચૌધરી, રમેશ ચૌધરી, નિકુલ ચૌધરી (હાલ રહે તમામ જીપીસી કન્સ્ટ્રકશન સુર મંદિર સિનેમા સામે આબુ હાઇવે પાલનપુર).
.