અશ્વિને કહ્યું- 2023 નો વર્લ્ડ કપ મારો અંતિમ વર્લ્ડ કપ રહી શકે છે.
અશ્વિને કહ્યું- 2023 નો વર્લ્ડ કપ મારો અંતિમ વર્લ્ડ કપ રહી શકે છે,
ટીમમાં પસંદગી થશે તે અંગે વિચારી ન હતું: અશ્વિન.
ભારતીય સ્પીનર રવિન્દ્રચંદ્ર અશ્વિન ને અંતિમ શાને વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અશ્વિન ને ઘણા સમય બાદ વનડે ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે. તેને અક્ષર પટેલના ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં તક મળી હતી. અશ્વિન ગુવાહાટીમાં ટીમ ઇન્ડિયા સાથે વોંમઅપ મેચમાં રમવા પહોંચ્યો ત્યારે તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું કે, આ તેનો અંતિમ વર્લ્ડ કપ રહેશે. અશ્વિને સાથે કહ્યું કે તેણે વિચાર્યું પણ ન હતું કે તેને વન-ડે વર્લ્ડ કપ 2023 ના ટીમમાં સ્થાન મળશે. અશ્વિન ગત વર્ષે t-20 વર્લ્ડ કપ માં રમ્યો હતો,પરંતુ તેને વન-ડેમાં પસંદગી અંગે આશા ન હતી. અશ્વિને કહ્યું કે પ્રમાણિકતાથી કહું તો વર્લ્ડ કપ માં રમીશ,તે અંગે વિચારી ન હતું, હું છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી માત્ર રમતનો આનંદ લેવાના ઇરાદાથી આગળ વધતો રહ્યો છું અને વર્લ્ડ કપમાં પણ તે ઇરાદે થી રમીશ.
📰પવન એક્સપ્રેસ ન્યૂઝ પેપર અને 💻 ચેનલ
https://www.youtube.com/@pavanexpress2021