અંબાજી ભાદરવી મેળામાં શ્રીફળ ચડાવવાની સુંદર વ્યવસ્થા બદલ કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ રાજપૂતનું સન્માન કરાયું

અંબાજી ભાદરવી મેળામાં શ્રીફળ ચડાવવાની સુંદર વ્યવસ્થા બદલ કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ રાજપૂતનું સન્માન કરાયું

અંબાજી મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની ટીમના સહયોગથી નવતર પહેલ કરવામાં આવી હતી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળાના સમાપન સમારોહમાં કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનાવાલએ જણાવ્યું હતું કે, આ વખતે ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકી નવતર પહેલ કરવામાં આવી હતી કે, માતાજીને પ્રસાદી રૂપે ચડાવવામાં આવતા શ્રીફળ- નારિયેળ શ્રધ્ધાળુઓ જ્યાં ત્યાં રસ્તામાં ન વધેરે તે માટે જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનને મેળાના ચાર- પાંચ દિવસ અગાઉ જ ખુબ જ ટુંકાગાળાના સમયમાં આ કામ સોંપવામાં આવ્યું હતું જેને જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનને ઉપાડી લઇ વહીવટી તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી સંપૂર્ણ સહયોગ આપી કામ કર્યુ છે. એ બદલ એમની ટીમને અભિનંદન પાઠવું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેળા દરમિયાન અંબાજીમાં લાખો માઇભક્તો આવતા હોય છે ત્યારે શ્રીફળના પાણી અને છાલથી કાદવ- કીચડ ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા પુરવઠા કચેરી અને બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા શ્રીફળ એકત્ર કરવા માટે 10 કાઉન્ટર અને શ્રીફળ કટિંગ માટે 5 મશીન લગાવીને કટિંગ કરેલું શ્રીફળ માઈભક્તોને પરત મળે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનાથી અંબાજીની સ્વચ્છતા અને ભક્તોની સુવિધામાં પણ વધારો થયો હતો. જેની નોંધ લઇ વહીવટી તંત્ર દ્વારા શ્રી કેશરસિંહ રાજપૂતનું સન્માન કરાયું હતું.
આ સુવિધા અંગે વાત કરતા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે માન. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવવામાં આવ્યા હતા તેના પર મેળા દરમિયાન રોજે રોજ 20 જેટલાં સ્વયંસેવકો દ્વારા શ્રીફળ કલેક્ટ કરવામાં આવતા હતા અને તેઓને પ્રસાદ રૂપે કટીંગ કરેલુ શ્રીફળ પરત મળે તેની વ્યવસ્થા અમારી ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાની યાત્રિકોએ પણ ખૂબ સરાહના કરી હતી જેની નોંધ લઇ આજે જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનું વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું છે એ બદલ હું માતાજીનો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું તેમ તેમણે જણાવ્યું હતું

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!