રંગસાગર ગ્રૂપ દ્વારા 140થી વધુ કલાકારોએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી
રંગસાગર ગ્રૂપ દ્વારા 140થી વધુ કલાકારોએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરી
એચકે ઓડિટોરિયમમાં આ કલાકારોને સન્માનિત કરાયા
ભારતીય સંકૃતિને સંગીત અને નૃત્યો દ્ધારા ફ્રાન્સ, પોલેન્ડ, હંગરી અને તુર્કી સહિતના દેશોમાં રજૂ કર્યું.રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ કે જેમના દ્વારા હમણાં જ 140થી વધુ કલાકારો આ દેશોમાં જઈને કલા અને સંસ્કૃતિનો પ્રચાર કરી આવ્યા. આ નોખી અને દેશ માટે ગર્વની વાતની વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ નોંધ લેવાઇ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ હવે આ સિદ્ધિની નોંધ લેવાશે.શહેરના એચકે ઓડિટોરિયમમાં 140 જેટલા કલાકારોને સન્માનિત કરાય હતા. આ પ્રસંગે દિલ્હીની સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ડીવાઇન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર પ્રિન્સિપલ શાજી મેથ્યુ, શિક્ષણવીદ મધુમિતા જાના, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા. આ આખી કલચર ટુરનું આયોજન રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ કે જેના સ્થાપક નરેશ પટેલ છે તેમના દ્ધારા કરવામાં આવ્યું.
કલચર ટુરનું આયોજન અંગે વાત કરતા રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસના નરેશ પટેલે કહ્યું કે, ‘માત્ર 15 વર્ષના સમયગાળામાં અમે 30થી વધુ દેશોમાં 65થી વધુ કલચર ટુરમાં ગરબા, રાસ, હુડો, પંજાબી ભાંગડા, કથક, ભરતનાટ્યમ અને રાજસ્થાની સંગીત, અને નૃત્યો થકી ભારતીય સંકૃતિની ઓળખ છતી કરી છે. જેમાં અમારી સાથે ડીવાઇન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ, સૃષ્ટિ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, સ્ટાઇલ ડાન્સ એકેડેમી, નૃત્યાંજલિ નાટ્યલયા કલાસિકલ અને ફોક ડાન્સ એકેડેમી, રંગ શારદા કલાસીકલ ડાન્સ એકેડેમી,ઝાંઝરી ગ્રુપ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ,માધવી ઝાલા કથક ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. રવિવારે એચકે સભાગૃહમાં રંગસાગર દ્રારા ઘ્વારા દરેક કલાકરોને સર્ટિફિકેટ અને એવોર્ડ ઘ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે અમારી માટે ગૌરવની વાત છે.તાજેતરમાં કલાકારો જે પરફોર્મન્સ કરીને આવ્યા તેમાં 50 ઉપર દેશોના કલાકારો ભાગ લીધો હતો . તેમાં સ્પેન, હંગેરી, ચેક રીપબ્લિક, બોલાવિયા, ઇન્ડિયા, જર્મની, પોલેન્ડ, તુર્કી, બુલગેરીયા, મેસેડોનિયા, આર્જેન્ટિના, ગ્રીસ, સાયપ્રસ, સરબીયા,અને ફ્રાન્સના કલાકારોનો સમાવેશ થયો હતો.