પાલનપુરના દલવાડા ગામે વિકાસના કામો કાગળ ઉપર કરી ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો
પાલનપુરના દલવાડા ગામે વિકાસના કામો કાગળ ઉપર કરી ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો.
ગ્રા.પં.ના સત્તાધિશો દ્વારા સરકારને લાખો રૂપિયાનો જૂનો ચોપડી લાખો રૂપિયા ઘર ભેગા કરાયા.
બનાસકાંઠા જિલ્લોએ ભારત અને પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાને અતિપસાત માનવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં આજે પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે જિલ્લાના ઘણા ગામો આજે પણ વિકાસથી વંચિત હોવાનું ચર્ચાસ્વદ છે
ત્યારે વધુ એક બનાસકાંઠા અને પાલનપુરના છેવાડાનુ અને પાટણ બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલું દલવાડા ગામમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ સરકારને લાખો રૂપિયાનો ચુનો લગાવી ગામમાં વિકાસના કામો મંજૂર કરી આ લાખો રૂપિયાના વિકાસના કામો માત્ર કાગળ ઉપર જ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી સરકારના રૂપિયા ઘર ભેગા કર્યા હોવાનું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે દલવાડા ગામે લોકમુખે ચર્ચાથી વાતો મુજબ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ સરકાર પાસેથી લાખો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરાવ્યા છે પરંતુ તેમાંથી એક પણ કામ કર્યું નથી તમામ કામ માત્ર કાગળ ઉપર કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી આ રૂપિયા પોતાના ઘર ભેગા કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે દલવાડા ગામ એ પાલનપુર તાલુકાનું છેવાડાનું પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સરહદ અડીને આવેલું આ ગામ છે જે વર્ષોથી વિકાસથી વંચિત છે તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ગામમાં વિકાસના નામે પોતાનો વિકાસ કરી રહ્યા છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ અને તટસ્થ અધિકારીની છાપ ધરાવતા એવા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દલવાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ આ ગામમાં વિકાસના કામોની કેટલી ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને તેમાંથી કેટલા કામો થયા છે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારાસ્થળ નિરીક્ષણ કરી ઊંડી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે હવે આ અહેવાલ બાદ જોવાનું એ રહે છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આ બાબતે ક્યારે તપાસ કરે છે અને શું આ બાબતે કોઈ યોગ્ય પગલા ભરે છે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે તો દલવાડા ગામે લોકમુખે ચર્ચાથી વાતો મુજબ લાખો રૂપિયાના વિકાસના કામો માત્ર કાગળ ઉપર જ કરી ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ આ રૂપિયા ઘર ભેગા કર્યા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે રહ્યું છે ત્યારે ગામમાં વિકાસ માટે ફાળવાયેલા રૂપિયા શું હવે આ ગામના લોકોને ઉપયોગી થશે કે કેમ તે જોવાનું એ રહે છે અને અત્યારે તો દલવાડા ગામમાં ગો ના પાપે પીપળો બળે તેવો ઘાટ ઘડાયો હોવાનું દેખાઈ રહ્યું છે
ભીખાલાલ પ્રજાપતિ