ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમીતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્કૂલમાં સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમીતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્કૂલમાં સેમિનાર નું આયોજન કરવામાં આવેલ.
આ સેમિનારમાં પાલનપુર ના જાણીતા ફિઝિશિયન ડૉ. સુરેન્દ્ર ગુપ્તા એ લેક્ચર આપેલ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચર્ચા-વિચારણા કરેલ. તેમણે જણાવ્યું કે આત્મહત્યાના નું મુખ્ય કારણ માનસિક આઘાત જેમકે ડિપ્રેશન, બ્રેક અપ, ખરાબ વર્તન, અપશબ્દો અને શારિરીક આઘાત જેમકે ગંભીર બીમારી કેન્સર, લકવો, ડિપેન્ડન્ટ લાઇફલાઇફ તેમજ આર્થિક આઘાત એટલે ધંધા માં નુકશાન થવું, દેવું થવું વગેરે હોઇ શકે છે. ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી ના પ્રમુખ દુર્ગા મહેશ્વરી એ જણાવ્યું કે આજના યુવાનોમાં માનસિક તણાવ ના લીધે આત્મહત્યા નું પ્રમાણ વધ્યું છે, તેથી દેશની અમૂલ્ય યુવા પેઢીમાં જાગૃતિ માટે આ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં ઇનરવ્હીલક્લબ પાલનપુર સિટી ના પ્રમુખ દુર્ગા મહેશ્વરી, સેક્રેટરી નીલુ શાહ, શ્વેતાબેન વ્યાસ, મમતા શાહ, આઇ. એમ. એ. તથા રોટરી ક્લબ ના પૂર્વ પ્રમુખ ડૉ. અશોકભાઇ મહેશ્વરી, શાળા ના આચાર્ય જુગ્નુબેન જોષી, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ.