પાલનપુર આરટીઓ કચેરીમાં 5 હજાર ઉપરાંત કન્ડક્ટર લાયસન્સ ઇસ્યૂ કરાયાં
પાલનપુર આરટીઓ કચેરીમાં 5 હજાર ઉપરાંત કન્ડક્ટર લાયસન્સ ઇસ્યૂ કરાયાં.
ગુજરાત એસ.ટી માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી માં કંન્ડકટર ની ભરતીની જાહેરાત પડતા પાલનપુર આરટીઓ કચેરી ખાતે કંન્ડક્ટર લાયસન્સ કઢાવવા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઇ પાલનપુર આરટીઓ કચેરી દ્વારા અરજદારોને તકલીફ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરી પાંચ કાઉન્ટરો ઊભા કરી અરજદારોના કંન્ડક્ટર લાઇસન્સ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દિવસના 400થી 500 જેટલા અરજદારો એક સાથે લાયસન્સ કઢાવવા માટે આવી રહ્યા છે. જેથી કચેરીમાં ભારે ઘસારાને ધ્યાને લઈ બનાસકાંઠા આરટીઓ અધિકારી જે.કે.પટેલની સુચનાથી અરજદારોને તકલીફ ન પડે અને ઝડપથી કામ થઇ શકે તે માટે કચેરીમાં જુદી જુદી પાંચ જગ્યાએ કાઉન્ટરો ઊભા કરી પાંચ આરટીઓ અધિકારીઓને કામગીરી માટે બેસાડી ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.
બેઝ માટે કચેરી રવિવારે ચાલુ રહેશે કંડકટર લાયસન્સ બેઝ માટે પાલનપુર આર. ટી. ઓ. કચેરી આવતાં અ૨જદારો માટે 3 સપ્ટે. રવિવારના રોજ ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોને કંડકટર લાયસન્સ બેઝ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે રવિવારે રજાના દિવસે પણ આર.ટી.ઓ. કચેરી પાલનપુર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. એમ જે કે પટેલ આરટીઓ પાલનપુરે કહ્યું હતું.