સ્વસ્તિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ,પાલનપુર ખાતે વાલી સ્પોર્ટસ્ ડે યોજાયો
સ્વસ્તિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ,પાલનપુર ખાતે વાલી સ્પોર્ટસ્ ડે યોજાયો
– જીતવા નો જમાનો ગયો હવે હાર પચાવી ને હાર માંથી કંઇક નવું શીખવાનો જમાનો આવી ગયો છે..
– આર.એમ. પટેલ (પ્રમુખ)
રમતગમત આપણી શારીરિક શક્તિનો વિકાસ કરે છે અને શરીરને ફિટ રાખે છે, સાથે વ્યક્તિત્વ નિર્માણ, નેતૃત્વ કુશળતા વિકસાવવામાં અને લક્ષ્ય નિર્ધારિત કરવાની ક્ષમતામાં સુધારવામાં મદદ કરે છે. જે વ્યક્તિ રમત-ગમતની પ્રવૃત્તિમાં નિયમિતપણે વધુ વ્યસ્ત રહે છે તે આપમેળે આત્મગૌરવ વધારે છે.
રમતગમત સામાજીક મૂલ્યો, નીતિશાસ્ત્ર, શિસ્ત, જવાબદારી શીખવા અને પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસની ભાવના પણ વિકસાવે છે. બાળકો સહિત વાલીઓમાં પણ રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય એવા શુભાશય સાથે પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કુલ દ્વારા “વાલી રમતોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વસ્તિક સ્પોર્ટ્સ એકેડમીના ચેરમેન રામચંદભાઈ માતમડા અને સોળ ગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ, મુંબઈ ના પૂર્વ પ્રમુખ વી.એસ. અંબાણી ના વરદ હસ્તે આ વાલી સ્પોર્ટ્સ ડે નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, નવીનભાઈ ભૂટકા, રોહિતભાઈ ભુટકા, મંડળના પદાધિકારીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ રમતોત્સવમાં વાલીઓએ વિવિધ રમતોમાં ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્યા હેતલબેન રાવલ અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું
ભીખાલાલ પ્રજાપતિ