પાલનપુરમાં ગૃહિણી પર આખલા નો હુમલો, પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દૂર થશે ખરો?
પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ દૂર થશે ખરો?
રખડતા પશુઓની સરકારી માર્ગદર્શિકા નું કેમ નથી થતું પાલન?
પાલનપુરમાં કોન્ટ્રાક્ટ આપવા છતાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત
પાલનપુરમાં ભાગ્યોદય સોસાયટીની ગૃહિણી ઉપર આખલાનો જીવણ હુમલો થતાં જીવ જતા જતા બચ્યો
પાલનપુરની ભાગ્યોદય સોસાયટીમાંરહેતા હર્ષાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ કે જેઓ જમીને રાત્રે આટો મારવા નીકળ્યા હતા જેવો બીજેશ્વર કોલોની પાસે આવતા પાછળથી ગાય અને આખલા અચાનક દોડીને આવતા હર્ષાબેનને હડફેટે લીધા હતા જેમાં હર્ષાબેન નો જીવ જતા જતા બચે હતો તેમને તાત્કાલિક પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને સિવિલમાં તેમને દવા અને એક્સરે કરી ડોક્ટર જૈન દ્વારા તેમને ટ્રીટમેન્ટ આપી બેઠો માર લાગ્યો તેવું જણાવતા મોડી રાત્રે તેમને રજા આપવામાં આવી હતી
પાલનપુર નગરપાલિકા આમ પણ બદનામ છે તેમાં વધુ એક બદનામી શું ફરક પડવાનો પાલિકાને, પાલિકા તંત્રને, કોર્પોરેટરોને,
જનતા મરતી હોય તો ભલેને મરે આપણે તો ચૂંટણી ટાણે જ હાથ જોડવા છે ને પછી તો રાજ જ રાજ કરવાનું છે એવી માનસિકતા ધરાવતા લોકોને હવે જાગી જવું જોઈએ, પ્રજા બહુ જ ત્રાસ ભોગવી રહી છે, પાલનપુર નગરપાલિકા ઢોર પકડવાના નામે ફક્ત રમત રમી રહી હોય તેવું જણાઈ રહ્યું છે પાલનપુર ની જનતાને મૂર્ખ બનાવી રહ્યા હોય તેમ કોન્ટ્રાક્ટ આપી રાત્રે ફક્ત પાંચ થી દશ ગાયો પકડી સંતોષ માની લેવામાં આવતો હોય તેમ જણાઈ રહ્યું છે, ભૂતકાળમાં પણ પશુઓના હુમલા ના કારણે પાલનપુરના કેટ કેટલાય લોકોએ જીવ ગુમાવેલ છે,
શું હજુ પણ પાલિકાને ભાનમાં આવતા વાર લાગશે? શું હજુ પણ પાલિકા રાહ જોઈ રહી છે કોઈના ઘરનો દીપક બુજાવવાની?