સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામત 27%ની જાહેરાતથી પાલનપુરમાં ભાજપના કાર્યકરોમાં આનંદ છવાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામત 27%ની જાહેરાતથી ભાજપના કાર્યકરોમાં આનંદ છવાયો
પાલનપુર,
સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામત 27%ની જાહેરાત કરાતા બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સાંજના એકત્રીત થઈને ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે ઝ
વેરી કમિશન રિપોર્ટના ચાર મહિના વિશ્લેષણ કાર્ય બાદ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, અને મહાનગરપાલિકામાં 27 ટકા અનામતની જાહેરાત કરી ઐતિહાસિક મહત્વનો નિર્ણય પ્રજા માટે કર્યો છે. આગામી સમયમાં ગુજરાતની પ્રજા ભારે મતદાન કરી સ્વૈચ્છિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને બહુમતીથી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સાંજના 5 કલાકે એકત્રીત થયા હતા અને ભારત માતાની જય, વંદે માતરમ્ના નારા લગાવી એકબીજાને મીઠાઈ વહેંચીને જોરદાર આતિશબાજી કરી હતી. ભીખાલાલ પ્રજાપતિ