વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓની કરાઇ ધરપકડ,
વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓની કરાઇ ધરપકડ
વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા હોપવાની ઘટનામાં જવાબદાર લોકોની પોલીસે ધરપકડ કરી છે.અમદાવાદમાં વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્ઓમચારીઓ ની ધરપકડ કરવામા આવી છે. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા હતા.
સોલા પોલીસની કસ્ટડીમાં ઝડપાયેલા આ 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓ છે. જે ટ્રાફિક એ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામા આવી છે. આ પોલીસકર્મીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી રૂપિયા 60 હજાર પડાવી લીધા હતા. જે ગુનામાં સોલા પોલીસે સત્તા નો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી છે.