4200 ગ્રેડ પે માટે સંગઠિત પ્રયાસો સાથે મક્કમ નિર્ધાર – મયુરસિંહ રાઉલજી
4200 ગ્રેડ પે માટે સંગઠિત પ્રયાસો સાથે મક્કમ નિર્ધાર – મયુરસિંહ રાઉલજી
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળની કારોબારી સમિતિની વાર્ષિક સભા ભાવનગર ખાતે યોજાઈ…
રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓ ના પડતર પ્રશ્નનો બાબતે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું હોવાનો રોષ પ્રગટ કર્યો હતો અને પડતર પ્રશ્નનો નું વર્ગીકરણ કર્યા વગર ઉકેલ માટે કિશોરભાઈ જોષી એ શિક્ષકો એ સંગઠિત થઈ ને રચનાત્મક લડત માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળની રાજ્યની કારોબારી સમિતિ ની બેઠક મહામંડળના પૂર્વ પ્રમુખ અને સલાહકાર શ્રી ચુનીભાઈ ઠકકર ની અધ્યક્ષતા માં ભાવનગર ખાતે મળી હતી જેમાં ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ જાવેદભાઈ શેખ, ચંદ્રકાંતભાઈ રોહિત, મહામંત્રી મ્યુરસિંહ રાઉલજી સહિત મહામંડળ ના હોદ્દેદારો તથા રાજ્યના તમામ જિલ્લા ઘટક સંઘ ના પ્રતિનિધિઓ એ હાજરી આપી હતી. અને પડતર પ્રશ્નનો બાબતે સરકાર ની ઉદાસીનતા સામે આક્રોશ ઠાલવ્યો હતો. ભરતભાઈ દરજી એ સંગઠનાત્મક પ્રયત્નો જ્યારે કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઈ એ સંઘના પડતર પ્રશ્નનો ના પ્રયત્નો પર કેટલાક લોકો દ્વારા માન્યતા નો પ્રશ્નો ખડા કરી રજૂઆત કરવાના મૌલિક અધિકારો પર તરાપ અને શિક્ષકો નું અહિત કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને માત્ર સભ્ય સંખ્યા કરવાના હેતુ થી માત્ર જાહેરાતો કરતા તત્વો થી સાવધાન રહી આપડું સંગઠન જાળવી રાખવા હાકલ કરી હતી. જ્યારે મહામંડળ ના પ્રમુખ જાવેદભાઈ શેખ એ મહામંડળ દ્વારા આજ દિન સુધી સીધા પગાર યોજના અને પેન્શન થી માંડી ને 100 ટકા પગાર ગ્રાન્ટ સુધી ના ઠરાવો કરાવ્યા ની વિગતો પ્રસ્તુત કરીને પડતર પ્રશ્નનો ના નિરાકરણ માટે ના પ્રયાસો ની રૂપરેખા રજૂ કરી હતી જ્યારે મહામંડળ ના મહામંત્રી મયુરસિંહ રાઉલજી એ શિક્ષકો અત્યારે જેની માંગણી કરી રહ્યા છે એ 4200 ગ્રેડ પે નો પ્રશ્ન કઇ રીતે ઉકેલી શકાય અને આ પ્રશ્ન ટેકનિકલી રીતે કયાં ગૂંચવાય છે તેની વિગતવાર સમજ આપી
હતી અને નાણાં વિભાગે પગાર ધોરણ માં રહેલી,વિસંગતતાઓ દૂર કરવા માટે મે.પ્રાથ.શિક્ષણ નિયામક કે કરેલી દરખાસ્ત બબ્બે વખત નકારી કાઢી હોવાનું અને તેને આધાર બનાવી ને આ બાબતે નામ. હાઈકોર્ટ માં પિટિશન દાખલ કરી હોવાની માહિતી આપતા તા.18/01/12 અનુદાનિત પ્રાથમિક શાળાઓ માં Htat મુખ્ય શિક્ષક ની વરણી બાબતે સરકારે કરેલા ઠરાવ નું અમલીકરણ કરવા અને નામ.હાઈકોર્ટ ના જ્જમેન્ટ ની રાહ જવા સિવાય આપડી પાસે કોઈ વિકલ્પ નથી નું જણાવી મહામંડળ એ દિશા માં પ્રયત્નશીલ હોવાની વિસ્તૃત માહિતી આપી ને ખુબજ સમજદારી પૂર્વક અને ધીરજ ધરી ને આ કામ ને આગળ વધારવાની ખાત્રી આપી હતી. જ્યારે સભા ના પ્રમુખ શ્રી ચુનીભાઈ ઠકકર એ 16/8/94 પછી નાણાં વિભાગે વખતો વખત કરેલા ઠરાવો ને કારણે કર્મચારીઓ ને જુદા જુદા સંવર્ગો માં વિભાજીત કરવાાં અને દરેક ની અલગ પગાર ધોરણ ની અનુસુચી ને કારણે થયેલી વિસંગતતા દૂર કરી 4200 ગ્રેડ પે નો પ્રશ્ન કંઈ રીતે ઉકેલી શકાય એની સમજ આપી હતી. સેવા નિવૃત્ત થયેલા મહામંડળ ના સદસ્યો શ્રી દિનેશભાઈ પટેલ,(અમદાવાદ), કાન્તું ભાઈ રોહિત ( વલસાડ) સુભાષભાઈ પટેલ (અ મદાવાદ) નું ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા સાલ અને મોમેંન્ટો આપી ને સન્માન કરાયું હતું.
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ ની વાર્ષિક કારોબારી સમિતી ની બેઠક માં વલસાડ, વડોદરા,ભરૂચ, કચ્છ, સાબરકાંઠા,અમદાવાદ,ખેડા,મહેસાણા,પંચમહાલ, જામનગર, સુરેન્દ્રનગર,રાજકોટ, આણંદ, પાટણ,ગાંધીનગર,મહીસાગર, વિગેરે જિલ્લા ઘટક સંઘ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન નિકેતાબેન આચાર્ય એ અનેઆભાર વિધિ કનુભાઈ રાવલે કરી હતી.