પાલનપુર પત્રકાર વેલ્ફર ટ્રસ્ટના સભ્યોને પોસ્ટલ વીમા નું સુરક્ષા કવચ પૂરું પડાયું
દરેક સભ્ય અને તેમના પત્ની ને રૂ.10-10 લાખનો વીમો લેવાયો
ગ્રુપ દ્વારા સભ્યોને રૂ.3.60 કરોડનું સુરક્ષા કવચ અપાયું
પાલનપુરના જાગૃત પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફ્રર ટ્રસ્ટ દ્વારા પત્રકારિતા ની સાથે પારિવારીક ભાવના સાથે રચનાત્મક કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે
સંગઠનના કોઈ પત્રકાર પર આકસ્મિક શંકટ આવી પડે તે સમયે તેના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે સંગઠનના તમામ પત્રકાર અને તેમના ધર્મપત્નીઓને વાર્ષિક દશ-દશ લાખના પોસ્ટલ વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે
પાલનપુરના જાગૃત પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફ્રર ટ્રસ્ટ પાલનપુરના મીડિયા કર્મીઓ સાચી હકિકત લોકો સુધી મુકવા અને છેવાડાના માનવીઓની વેદના અને પ્રશ્નોને ઉજાગર કરવા માટે સમાચાર એકઠા કરી તેને પ્રકાશિત કરવા સતત દિવસભર દોડતા પત્રકારોને કોઈ આકસ્મિક આફત આવી પડે તેવા સમયે તેમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે તેવા ઉમદા હેતુ થી પત્રકાર વેલ્ફર ટ્રસ્ટ દ્વારા ગૃપના તમામ સભ્યો અને તેમના પત્નીને વાર્ષિક દશ – દશ લાખના વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવાનો ગત બેઠકમાં નિર્ણય કરાયો હતો જેનો અમલ કરવા સંગઠન પ્રમુખ ભાનુભાઈ જોશી અને મહામંત્રી પ્રવિણ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ પટેલ દ્વારા શનિવારે પાલનપુર ખાતે પત્રકાર વીમા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સંગઠન દરેક સભ્ય અને તેમના પત્નીને વાર્ષિક પોસ્ટ વિભાગનો દશ દશ લાખનો વીમો મળી ગ્રુપના તમામ સભ્યોનો કુલ.રૂ.3.20 કરોડનું વીમા સુરક્ષા કવચ લેવાં આવ્યું હતું