પાલનપુરમાં રખડતાં ઢોર ક્યારે પકડસે નગરપાલિકા?
પાલનપુરમાં રખડતાં ઢોર ક્યારે પકડસે નગરપાલિકા?
રખડતાં ઢોર મુદ્દે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી
એકતરફ પાટણ અને મહેસાણા પાલિકા દ્વારા જાહેર માર્ગ પર અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોર પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાલનપુર પાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હોવા છતાં એજન્સી દ્વારા ઢોર રાખવા મુદ્દે પાંજરાપોળ નક્કી ન થતા એક પણ રખડતા પશુ પકડવામાં આવ્યું નથી. પાલનપુરની સેનિટેશન વિભાગની અણઆવડતના લીધે યોગ્ય રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા ન થઈ અને પાંજરાપોળ સાથે એમઓયુ થયા વિના જ ઢોર પકડવાની કામગીરીનું ટેન્ડર આપી દેવાથી આ મુશ્કેલી સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.
નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓ માટે હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢ્યા પછી આખરે સરકારે શહેરી વિસ્તારોમાં આ ઉપદ્રવને નાથવા માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે. જેના પગલે હવે પાલિકાની કામગીરીમાં વધારો થશે. સરકારે પાલિકા અને ઢોર મલિકો માટે કેટલીક જવાબદારીઓ ફિક્સ કરી છે. પાલનપુર શહેરના લોકોનું માનીતો જો આ માર્ગદર્શિકાનું અક્ષર સહ: પાલન કરાશે તો શહેરમાંથી પશુઓની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જશે. તો બીજી તરફ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે “સરકારની આ માર્ગદર્શિકા પાલનપુર શહેરમાં અભરાઈએ ચડી જશે. કારણ કે જ્યાં રસ્તે રખડતા ઢોરને પાંજરે પુરવા જેવી બાબતમાં પણ પાલિકા કોઈપણ પ્રકારની ગંભીરતા લેતી નથી તેવામાં અગાઉ હાઇકોર્ટની વારંવાર ફિટકાર છતાં શહેરમાં રસ્તે રખડતા ઢોરથી કેટલાય લોકો ઘાયલ થઈ રહ્યા છે અને દર વર્ષે બે થી ત્રણ જણા મોતને ભેટે છે.