દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ” સેન્સીટાઇઝીંગ વર્કશોપ યોજાયો
વધુમાં વધુ યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા તરફ પ્રેરાય તે માટે આહવાન કરતા કલેકટરશ્રી
નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરેલા સાધનો, પ્રોડક્ટસ અને અન્ય વસ્તુઓનું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની ૧૨૦ કોલેજ અને સંસ્થાના આર્ચાયશ્રીઓ અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરશ્રીએ રાજ્ય સરકારશ્રી તરફથી નવા સ્ટાર્ટઅપ માટે મળતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા તરફ પ્રેરાય તે માટે તમામને આહવાન કર્યુ હતુ.
આ ર્વકશોપમા આઇ-હબના શ્રી યશ પંડ્યા અને તેમની ટીમ, નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર શ્રીમતી શર્મિલા શેરલા, એસ.એસ.આઇ.પી.ના શ્રીમતી રીના પરીખ અને કૃષિ યુનિવર્સિટી સંચાલતિ રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટરના સીઇઓ શ્રી યશ પઢયિારે નવા સ્ટાર્ટઅપ માટે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરેલા સાધનો, પ્રોડક્ટસ અને અન્ય વસ્તુઓનું સુંદર પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતુ તેમજ તેમના અભપ્રાયો પણ લેવામા આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતશ્રી ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાબાર્ડ પુરસ્કૃત યુનિવર્સિટી સંચાલિત રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવેલું છે.
આ સેન્સીટાઇઝીંગ ર્વકશોપને સફળ બનાવવા માટે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. સી. એમ. મુરલીધરન અને કૃષિ યુનિવર્સિટી સંચાલિત રૂરલ બિઝનેસ ઇનક્યુબેશન સેન્ટરની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
આ વર્કશોપમાં કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એ. જી. પટેલ, કુલસચવિશ્રી ડો. પી. ટી. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી ડો. કે. પી. ઠાકર તથા તમામ આર્ચાયશ્રીઓ અને મોટી સંખ્યામા કર્મચારીઓ અને નવા સ્ટાર્ટઅપમાં રસ ધરાવતા વિદ્યાર્થી ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.