ચિત્રાસણી ૧૦૮ ના તાલીમ બધ્ધ કર્મચારીએ રિક્ષામાં ડિલિવરી કરાવી તથા નવજાત શિશુના ધબકારા અને શ્વાસ ના મળતા CPR અને BVM આપી બાળકનો જીવ બચાવ્યો
ચિત્રાસણી ૧૦૮ ના તાલીમ બધ્ધ કર્મચારીએ રિક્ષામાં ડિલિવરી કરાવી તથા નવજાત શિશુના ધબકારા અને શ્વાસ ના મળતા CPR અને BVM આપી બાળકનો જીવ બચાવ્યો.
ગુજરાત સરકાર અને EMRI GRERN HEALTH SERVICES દ્વારા ચાલતી જે ૧૦૮ નિ:શુલ્ક સેવા ગુજરાત ભરમાં અંદાજિત ૮૦૦ થી પણ વધારે એમ્બ્યુલન્સ લોકો ના મહામૂલી જીવ બચાવવા માટે ૨૪/૭ કાર્યરત છે અને અત્યાર સુધીમાં અસંખ્ય અણમોલ જિંદગી બચાવી છે અને એવો જ એક ઉત્તમ કામગીરી બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ૧૦૮ ની ટીમે કરી છે.
આજ રોજ સવારે અંદાજે ૦૮:૧૦ વાગ્યાની આસપાસ ચિત્રાસણી ૧૦૮ ની ટીમ ને માલણ ગામે પ્રસૂતિની પીડા નો કોલ મળ્યો હતો.કોલ મળતાની સાથે ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે જવા રવાના થાય છે રસ્તામાં થોડે દૂર પહોંચતા જીતુભાઈ (કોલર) સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર્દી બંકુબેન ને ખુબ જ પીડા થાય છે અને અમે સામે રિક્ષામાં લઈને આવીએ છીએ. ત્યાં તાત્કાલિક ૧૦૮ ના EMT એ દર્દી ની ગંભીરતા ને સમજી જરૂરી દવાઓ અને જરૂરી સાધનો તૈયાર કર્યા અને દર્દી સુધી પહોંચી ગયા.ત્યાં દર્દી રિક્ષામાં હતા. EMT એ દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે આ પ્રથમ ડિલિવરી હતી અને બાળક નું માથું અડધું અંદર અને અડધું બહાર તેવી ફસાયેલી હાલતમાં હતું અને દર્દી ની હાલત ગંભીર હતી અને રિક્ષામાં જ ડિલિવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ હતી.ત્યાં EMT ગંગારામભાઈ દ્વારા એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ૧૦૮ ના તાલીમ બધ્ધ EMT ગંગારામભાઈ એ હેડઓફિસ સ્થગિત ડૉ શ્રી ને દર્દી ની માહતી આપી અને તેમની સૂચના મુજબ અને PILOT ભવાનજીભાઈ ની મદદ વડે સફળ પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ બાળક ને તપાસતા બાળક રડતું ના હતું અને તેના ધબકારા અને શ્વાસ બંધ હતા.ત્યાં તાત્કાલીક ૧૦૮ ના EMT ગંગારામભાઈ એ તેમના બહોળા અનુભવ ના આધારે બાળક ને CPR અને BVM (કુત્રિમ શ્વાસ) આપી ને બાળક ના બંધ શ્વાસ અને ધબકારા ને પુનઃજીવિત કર્યા હતા અને માતા અને બાળક નો અનમોલ જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર અર્થે પાલનપુર ની સરકારી હોસ્પિટલ માં લઈ ગયા હતા.ત્યાં તેમના પરિવારજનોએ સમગ્ર ૧૦૮ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.