પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ના હસ્તે પ્રાકૃતિક મોલનું ઉદ્ધઘાટન કરાયું
પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ ના હસ્તે પ્રાકૃતિક મોલનું ઉદ્ધઘાટન કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
ડીસા અને પાલનપુરના ખેડૂતોના સંયુક્ત પ્રયાસથી ડીપી બનાસકાંઠા એસ પી એન એફ પોડયુસર કંપની લિમિટેડ દ્વારા પ્રાકૃતિક મોલનું પાલનપુર ખાતે આજરોજ જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં કલેક્ટર સાહેબ શ્રી દ્રારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું અને વધુ માં વધુ લોકો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય અને સારુ પ્રાકૃતિક ખાય એ માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, એસ પી એન એફ સંયોજક શ્રી પ્રફુલભાઈ સેજલીયા , સહ સંયોજકશ્રી દીક્ષિતભાઈ પટેલ,
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઈ પ્રજાપતિ , પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા -વ – નાયબ ખેતી નિયામક શ્રી એચ જે જિંદાલ ,નાયબ ખેતી નિયામકશ્રી મયુરભાઈ પટેલ ,નાયબ બાગાયત નિયામકશ્રી અનન્યા બેન સહિત બહોળી સંખ્યામાં
પાલનપુર અને ડીસાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી ભીખાભાઇ ભુટકા અને એમની ટીમે કર્યું હતું