ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર 
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી   સિલ્વર કલરની બલેનો ગાડી  રજી નં- જીજે-૨૩-બીએલ-૨૭૭૧  માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર
          પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના કરેલ હોય
                  જે સુચના અન્વય. ડી.આર.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર તથા એ.બી. ભટ્ટ પો.સબ.ઇન્સ તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ તથા એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ  તથા એચ.કે.દરજી પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મેળવી  ધાનેરા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે હાઇવે પરથી સિલ્વર કલરની બલેનો ગાડી  રજી નં- જીજે-૨૩-બીએલ-૨૭૭૧ માથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની ની પેટી નંગ-૨૩ છુટક બોટલ/બિયર નંગ-૧૬૭ કુલ કિ.રૂ-૧,૭૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા તથા સિલ્વર કલરની બલેનો ગાડી  રજી નં- જીજે-૨૩-બીએલ-૨૭૭૧  ની કિ.રૂ-૫,૦૦,૦૦૦/-  તથા સદરે  ઇસમની અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- એમ કુલ મળી રૂ.૬,૮૩,૦૮૦/- નો કુલ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
કબ્જે કરેલ મુદામાલ :
               ભારતીય બનાવટના વિદેશી  દારૂ/બિયર ની પેટી નંગ-૨૩ છુટક બોટલ/બિયર નંગ-૧૬૭ કુલ કિ.રૂ-૧,૭૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સિલ્વર કલરની મારૂતિ સુઝુકી કંપનીની બલેનો ગાડી જેનો રજી નં- જીજે-૨૩-બીએલ-૨૭૭૧ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ-૫૦૦૦/- એમ કુલ મળી રૂ.૬,૮૩,૦૮૦/- નો કુલ મુદ્દામાલ
 આરોપીનુ નામ:
                 સોહનલાલ સ/ઓ હરીરામ સુખરામ વિશ્નોઇ (ખિલેરી)ઉ.વ-૨૯ ધંધો-ખેતી રહે-વિરાર ઢાણી, વાડા ભાડવી થાણા-બાગોડા ,તા-બાગોડા જી-સાંચોર (રાજ.‌)
ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!